અંકોડિયા ગ્રામ પંચાયત

અંકોડીયા ગામ વડોદરા તાલુકા મથકથી પશ્ચિમ-ઉત્તર દિશાએ આવેલું ગામ છે. જે વડોદરા થી ૧૧ કિલોમીટરના અંતરે આવેલું રળીયામણું નાનું ગામ છે. આ ગામમાં ગટર, પાકા રસ્તા, પીવાનું પાણી, લાઈટ, પ્રાથમિક શાળા, સબ સેન્ટર, બેંક, પોસ્ટ ઓફિસ, આંગણવાડી, સહકાર ડેરીની હોલ, સરકારીગામ (પંચવટી) વગેરે સુવિધાઓ ધરાવતું આ ગામ છે. ગામનાં પાદરમાં મંદિરો આવેલા છે.

અંકોડીયા ગામમાં બીજી સુવિધાઓમાં આખા ગામમાં સાઉન્ડ સિસ્ટમ (પબ્લિક એડ્રેસ સિસ્ટમ) લગાવવામાં આવેલ છે. આ સિસ્ટમથી ગામ પંચાયતમાંથી જ સરપંચશ્રી દ્વારા ગામના નાગરિકોને તમામ યોજનાકીય માહિતી પુરી પાડવામાં આવે છે. અને બીજી તમામ સંદેશાઓ ગામ પંચાયતમાંથી આપવામાં આવે છે. આ ઉપરાંત આખા ગામમાં સી.સી.ટી.વી. કેમેરા પણ લગાવવામાં આવેલ છે. તેમજ ગામની ભાગોળમાં સુંદર મજાનો સરકારીગામ (પંચવટી) બનાવવામાં આવેલ છે.

આ ઉપરાંત ગામની ભાગોળમાં આવેલ તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવેલ છે. તથા સરકાર શ્રી ના સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સામુહિક શૌચાલય બનાવવામાં આવેલ છે તથા દૂધ દ્રારા ગામના ધન કચરાનું કલેક્શન કરવામાં આવે છે. ગામમાં દાતાઓ દ્વારા ગામના પ્રવેશદ્વાર માં સરદાર વલ્લભભાઈ પટેલ ની પૂરી કદ ની પ્રતિમા મુકવામાં આવેલ છે.

Scroll to Top