જાહેર આરોગ્ય અંગેની યોજનાઓ…

સી.એમ સેતુ યોજના સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. ૦૪/૦૬/૨૦૧૩ના ઠરાવથી સી.એમ.સેતુ યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત તજ્જ્ઞોને નિમણૂક આપવા અંગે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવેલ. આ યોજના અંતર્ગત તજ્જ્ઞોને કલાકના ૬૦૦/- લેખે મહેનતાણું ચૂકવવામાં આવતું હતું, જેમાં તજ્જ્ઞોને રોજના ત્રણ કલાક, અઠવાડિયાના ૧૮ કલાક અને માસિક મહત્તમ ૭૨ કલાક સેવાઓ આપવાનું નક્કી કરવામાં આવેલ. આ યોજના હેઠળ તજ્જ્ઞોને એક કલાકના ૦-૨૫ કિ.મી માટે રૂ.૭૦૦/- ૨૫-૫૦ કિ.મી માટે રૂ. ૮૦૦/- અને ૫૧ થી ઉપરના અંતર માટે રૂ. ૯૦૦/- મહેનતાણું ચૂકવવાનું નકકી કરવામાં આવેલ છે. સંસ્થા ખાતે તજ્જ્ઞ વર્ગ-૧ની જગ્યા મંજૂર થયેલ હોય અને ખાલી હોય તો જગ્યા કમિટી દ્વારા મંજૂરી આપી ભરી શકાય છે, અને સંસ્થા ખાતે તજ્જ્ઞની જગ્યા મંજૂર ન થયેલ હોય તેવા સંજોગોમાં કમિશ્નરશ્રી આરોગ્ય, તબીબી સેવાઓ, તબીબી શિક્ષણની પુર્વમંજુરી મેળવીને જે તે તજજ્ઞની સેવાઓ લઈ શકાશે. જીલ્લા હોસ્પિટલો ખાતે મહત્તમ ૫, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ૪ અને સીએચસી ખાતે ૨ તજજ્ઞોની નિમણુક કરી શકાય છે.

આ યોજના હેઠળ રૂ ૬,૦૦,૦૦૦ જેટલી આવક મર્યાદા ધરાવતા અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓને રોગ પ્રમાણે તબીબી સહાય આપવામાં આવે છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્યની પાયાની સુવિધાઓ પહોંચે અને રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને જેવી કે રણ વિસ્તાર, પર્વતિય વિસ્તાર અને અતિ દુર્ઘમ વિસ્તારને ધ્યાને લઈ ગામડાઓમાં ગ્રામજનોને પ્રાથમિક તબીબી સારવાર ઘર આંગણે મળી રહે તે હેતુથી મોબાઇલ હેલ્થ / મેડિકલ યુનિટ કાર્યરત છે.

ડાયગ્નોસ્ટિક સુવિધાઓ સારવાર માટેના સૌથી મહત્ત્વ પૂર્ણ ઘટકોમાંનું એકમ છે અને બધા રોગ નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાજ્યની આરોગ્ય સુવિધાઓમાં વિના મૂલ્યે ગુણવત્તા સભર લેબોરેટરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તા.૦૭/૦૪/૨૦૧૬ ના રોજ મુખ્યમંત્રી નિદાન યોજનાનો શુભારંભ કરવામાં આવેલ છે. રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી સત્વસમ (સર્વોતમ,ત્વરિત,સતત અને મફત) તથા ગુણવત્તાસભર આરોગ્યની સેવાઓ પહોંચાડવા સારુ ત્રિસ્તરીય માળખુ કાર્યરત છે. હાલમાં રાજ્યમાં ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૪૯૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૩૬૫ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ૫૭ સબ ડિસ્ટ્રિટક હોસ્પિટલો, ૧૭ ડિસ્ટ્રિકટ હોસ્પિટલો અને ૧૯ સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજો અસ્તિત્વમાં છે.


સગર્ભા બહેનોને વધુ પોષણ પ્રાપ્ત થાય, તેમનું આરોગ્ય સુદ્વઢ થાય અને તેનાથી માતા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થાય, તે દ્વષ્ટિ આ યોજનાઓને કન્વર્જ કરી વધુ સક્ષમતા પ્રદાન કરવાની બાબતે હાલની મળતી મહત્તમ સહાયમાં વધારો કરી સગર્ભા બહેનોને વધારે સહાય આપવાનું સરકારે નક્કી કરેલ છે.

“પીએમજેવાય મા” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત કરેલ સારવાર માટે કુટુંબ દીઠ વાર્ષિક રૂપિયા દસ લાખ (રૂ. ૧૦.૦૦ લાખ) સુધીનું આરોગ્ય કવચ આપવામાં આવે છે.)

સગર્ભાવસ્થા અને બાળજન્મ પછીની ધાત્રી અવસ્થાની મહત્તાને ધ્યાને રાખી માતા અને બાળ સ્વાસ્થ્ય માટે જરૂરી આરોગ્ય અને પોષણ પર્યાપ્ત માત્રામાં મળી રહે કે જેથી સગર્ભાવસ્થામાં એનેમિયા અને કુપોષણનું પ્રમાણ ઘટાડી શકાય જેથી માતા મરણ ને ઘટાડી, એક સ્વસ્થ માતા સ્વસ્થ બાળકને જન્મ આપે જેથી બાળમૃત્યુદર પણ ઘટાડી શકાય.

જન્મથી 18 વર્ષ સુધીના બાળકો માટે આરોગ્ય તપાસ અને જરૂરી નિદાન અને રેફરલ સેવાઓ. સ્થળ પર સારવાર, મફત ચશ્માંનું વિતરણ, ખામીની સારવાર, રોગો, ખામીઓ, વિકલાંગતા સહિત વિકાસમાં વિલંબ, અને હૃદય, કિડની, કેન્સર જેવા રોગો માટે સુપર સ્પેશિયાલિટી સારવાર,

ગુજરાત રાજ્યના 2018-19 ના બજેટમાંથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિની આર્થિક સ્થિતિ, રાજ્ય કે રાષ્ટ્રીયતા ધ્યાનમાં લીધા વગર સારવાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના તમામ સરકારી, ટ્રસ્ટ અને ખાનગી હોસ્પિટલો અકસ્માત બાદ પ્રથમ 48 કલાક દરમિયાન આવી વ્યક્તિઓને તાત્કાલિક સારવાર આપશે.

Scroll to Top